શાળાની પ્રવેશ પ્રક્રિયા

  • ધોરણ ૯ માં પ્રવેશ માટે :

  • ધોરણ ૮ ના પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ લઈ પ્રાથમિક ચકાસણી બાદ શાળામાં ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.

  • ધોરણ ૧૧ માં પ્રવેશ માટે :

  • ધોરણ ૧૦ ના પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ તથા લિવિંગ સર્ટિફિકેટ લઈને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવામાં આવે છે.

છાત્રાલયની પ્રવેશ પ્રક્રિયા

  • શાળા છાત્રાલય સંલગ્ન હોવાથી છત્રાલયમાં પ્રવેશ માટે માન્ય સંખ્યા ને આધારે 'વહેલા તે પહેલા' ના ધોરણે કેટેગરી વાઇસ (એસસી, એસટી, ઓબીસી, ઓપન) વિદ્યાર્થીનીઓની ભરતી કરવામાં આવે છે.

  • માન્ય સંખ્યામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ પાસે કોઈ લવાજમ લેવામાં આવતું નથી પરંતુ જો વિદ્યાર્થીની ને માન્ય સંખ્યામાં જગ્યા ન હોય અને તે પ્રવેશ મેળવવા ઈચ્છે તો તેને વાર્ષિક ₹21,000 લવાજમથી પ્રવેશ આપવામાં આવે છે.

ફી ની વિગત


  • શાળામાં દીકરીઓ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

અન્ય સહાય

  • શાળામાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીનીઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે.

  • ધોરણ ૯ માં અભ્યાસ કરતી દીકરીઓને સરસ્વતી સાધના અંતર્ગત સરકાર તરફથી સાયકલ આપવામાં આવે છે.

  • ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા આર્થિક જરૂરિયાત વાળી વિદ્યાર્થીનીઓ માટે ગણવેશ સહાય તથા શિષ્યવૃત્તિની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.